માળીયા: માળિયા – જામનગર રોડ પર જસાપર ગામની સીમમાં આવેલ ક્રિષ્ના હોટલમાંથી અજાણ્યા ચોર ઈસમ ૪૪,૫૦૦ ના મતામાલની ચોરી કરી લઇ ગયા હોવાની માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના જસાપર ગામે રહેતા માવજીભાઈ સુખાભાઈ ચાવડા (ઉ.વ.૫૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૧૧-૨૦૨૨ થી ૨૧-૧૧-૨૦૨૨ દરમ્યાન કોઈપણ સમયે કોઈ અજાણયા ચોર ઈસમે ફરીયાદીએ પોતાની હોટલની ખુલ્લી ઓસરીમા તેમજ પંચરની છપરીમાં રાખેલ એલ્યુમીનીયમના તપેલા નંગ-૫૦ કિ.રૂ.૧૦,૦૦૦/- ના તથા સ્ટીલની પંજાબી ડીસ નંગ-૨૫ કિ.રૂ.૧૫૦૦/- તથા સ્ટીલની થાળી નંગ-૧૭૫ કિ.રૂ.૩૦૦૦/- તથા સ્ટીલના ગ્લાસ નંગ-૫૦ કિ.રૂ.૧૫૦૦/- તથા સ્ટીલના વાટકા નંગ-૧૫૦ કિ.રૂ.૨૫૦૦/- તથા ટીનની ડોલ નંગ-૦૪ કિ.રૂ.૧૦૦૦/- તેમજ પંચરની છાપરીમાં રાખેલ પંચર કરવાનુ મશીન જીગરીયુ નંગ-૦૧ કિ.રૂ.૮૦૦૦/- તથા ટ્રકની વ્હીલ પ્લેટ હબ સાથે નંગ-૦૪ કિ.રૂ.૫૦૦૦/- તથા લોખંડની સાંકળનુ ટોચન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- તથા લોખંડની ચેનલ નંગ-૧૭ કિ.રૂ.૭૦૦૦/- મળી આશરે કિ.રૂ.૪૪,૫૦૦/- જેટલી માલમતાની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ભોગ બનનાર માવજીભાઈ એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે, આ ભારત ભુમિ પર રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષોએ જન્મ ધારણ કર્યા છે, તેથી આ ભૂમિ પાવન બની છે, પવિત્ર બની છે, ભારતની આ પાવન ભૂમિ પર યુગોથી કથાઓ થતી આવી છે, કથામાં તત્વ અને અમૃત એવું રહેલું છે રોજ રોજ આ...
વાંકાનેર થયેલ છેતરપિંડીના ગુન્હાની તપાસ કરી છેતરપિંડીમા ગયેલ રકમ રીકવર કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ...
મોરબી: આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને જન્મ સમયે શ્વાસની ગંભીર તકલીફ હતી. તાત્કાલિક બાળકને વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી. તપાસ દરમિયાન એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું. બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં 3–4 દિવસ ઓક્સિજન સપોર્ટ...