માળીયા (મી): માળીયા (મી) તાલુકાના નવા અંજીયાસર ગામે યુવાને ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મુસ્તાક અબ્દુલભાઇ મોવર ઉ.વ.-૨૫ રહે.નવા અંજીયાસર તા. માળીયા (મી) વાળો પોતાના ઘરે પોતાને મેળે ગળે ટુપો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
