માળીયાના મોટા દહિસરા નવલખી રોડ પર થયેલ ફાયરિંગ કેસમાં તરૂણ ગામીના જામીન મંજૂર
ચકચારી ખુનની કોશીષ ના માળીયા મીયાણાના મોટા દહીસરા નવલખી રોડ ઉપર જી. ઈ. બી. સ્ટેશન સામે થયેલ ફાયરીંગમાં ફરીયાદીને પોલીસે આરોપી બનાવેલ જે ફરીયાદી તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઈ ગામીના જામીન મંજુર કરવામાં આવેલ છે.
તા. ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ તરૂણ ઉર્ફે ગોપાલ હંસરાજભાઈ ગામી રહે. મોરબી વાળાએ માળીયા પોલીસ સ્ટેશનમાં પોતાના ઉપર અજાણયા ઈસમો એ ફાયરીંગ કરી માથામાં ગંભીર ઈજા કર્યાની ફરિયાદ જાહેર કરેલ બાદ પોલીસે તપાસ કરતા આ ફરીયાદી એ ફાયરીંગ કરાવ્યાની હકીકત ખુલતા ફરીયાદી તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઈ ગામીને આરોપી તરીકે અટક કરી અને પોલીસ ને ખોટી માહીતી આપેલ ની કલમો તથા કાવતરા ની કલમો તથા ખુન ની કોશીષ ની કલમો લગાડી અટક કરી અને નામદાર કોર્ટમાં રજુ કરતા આરોપી / ફરીયાદી તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઈ ગામી એ મોરબી ના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી સેશન્સ કોર્ટ માં જામીન પર મુકત થવા જામીન અરજી કરતા વકીલ ગોપાલભાઈ ઓઝા ની દલીલો માન્ય રાખી સેશન્સ જજ મીલત આર. નાદપરા સાહેબે શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કેસ માં વ. ગોપાલભાઈ ઓઝા તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.