માળીયા: માળીયાના લક્ષ્મીવાસ ગામે ગુજરાત સરકાર કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને મોરબી માળિયા ૬૫ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો હતો.
આજે તા.૧૫-૦૧-૨૦૨૩ ને રવીવારના રોજ સવારે ૯:૦૦ કલાકે માળિયાના લક્ષ્મીવાસ ગામે કુંવરજી બાવળિયા અને કાંતિભાઇ અમૃતિયાનો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા,તાલુકા તેમજ શહેરના હોદ્દેદરો અને સામાજિક,રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ માં દરેક સરપંચ તેમજ આગેવાનશ્રીઓએ ગામોના પાણી પુરવઠા ને લગતા તેમજ સિંચાઈ ને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જેમના નિકાલ માટે સ્થળ પર અધિકારીઓ સાથે બેઠક કરી હતી
