માળીયાના વવાણીયા ગામે પ્રેમસંબંધનો ખાર રાખી પાંચ શખ્સોએ ફાયરિંગ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી
માળીયા (મી) : માળિયા (મી) તાલુકાના વવાણીયા ગામે પ્રેમસંબંધ બાબતનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવકના ઘરે આવી યુવક તથા સાહેદને ગાળો આપી તેમજ સાહેદ સામે હથીયાર તાકી ફાયરિંગ કરી મૃત્યુનો ભય બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે પાંચે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામે રહેતા રસુલભાઈ અભ્રામભાઈ ધોના (ઉ.વ.૨૨) એ આરોપી અલ્તાફ અભાભાઈ કચા રહે. વવાણી તા. માળિયા (મી) ,સદામ રહે. સુરજબારી તથા અન્ય ત્રણ ઈસમો વિરૂદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૪-૨૦૨૩ ના રોજ બપોરના સાળા ત્રણેક વાગ્યાના સમયે ફરીયાદીના કુટુંબીભાઇ ઇકબાલ ઇશાભાઇ ધોનાને આરોપી અલ્તાફની બહેન સહેનાજ સાથે પ્રેમસબંધ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી રચી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે પીસ્તોલ હથીયાર તથા લાકડાના ધોકા ધારણ કરી ફરીયાદીના ઘરે આવી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપીઆરોપી સદામએ સાહેદ રહીમાબેન ધોનાની સામે હથીયાર તાકી ફાયરીંગ કરી મૃત્યુનો ભય બતાવી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.