માળીયા અને ટંકારામાથી બે વર્લીભક્ત ઝડપાયા
મોરબી: માળિયા (મી) અને ટંકારમા વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તળાવની પાળ નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી અબ્દુલ ઉર્ફે અબલો હબીબભાઈ જેડા (ઉ.વ.૪૦) રહે. મોટી બજારમાં માળિયા (મી) વાળાને રોકડ રકમ રૂ. ૪૩૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે ટંકરા ઉગમણાનાકા નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી ઇરફાનભાઈ અબુભાઈ તૈલી (ઉ.વ.૩૪) રહે. સંધીવાસ તા. ટંકરા વાળાને રોકડ રકમ રૂ.૧૨૭૦ ના મુદ્દામાલ સાથે ટંકરા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.