માળીયા અમદાવાદ હાઈવે પર અણીયારી ટોલનાકા પાસે ધુમ્મસના કારણે 30 ગાડીઓ વચ્ચે સર્જાયો અકસ્માત
મોરબી: અમદાવાદ માળીયા હાઇવે ઉપર આવેલ અણીયાળી ટોલનાકા પાસે વહેલી સવારે ગાઢ ધુમસના કારણે 30થી વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જ્યારે આકસ્માતની અંદર કોઈ મોટી દુર્ઘટના નહોતી સર્જાય જેના કારણે લોકોએ અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો સતત બીજા દિવસે રાજ્યભરની અંદર ગાઢ ધૂમ્મસ જોવા મળી રહી છે જેના કારણે અનેક જગ્યાએ અકસ્માત સર્જાય રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે અણીયારી ટોલનાકા પાસે એકી સાથે ૩૦ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા આજુબાજુના ગામના લોકો પણ અણીયાળી ટોલનાકા પાસે પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક પોલીસ અને લોકોની મદદથી વાહનો દૂર કરી ટ્રાકિક કર્યું હતું જો કે હજુ પણ અનેક વાહનો ફસાયા હોવાની માહિતી મળી રહી છે.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ધુમસના કારણે ટ્રક ગાડીઓ સહિત 30 જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતા. જ્યારે ઘટનામાં પાંચથી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જોકે આજુબાજુના લોકોએ અને હાઇવે ઓથોરિટી દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માતના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. પોલીસ પણ ઘટના સ્થળે દોડીને તાત્કાલિક હાઇવે ઓથોરિટીની મદદથી વાહનો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અને અન્ય વાહનોને પણ ધુમસના કારણે વાહન ધીમે ચલાવવા સુચના આપવામાં આવી છે.