માળીયા-કંડલા ને.હા. રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા યુવકનું મોત
માળીયા (મી): માળિયા -કંડલા નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામથી સુરજબારી પુલની વચ્ચે દેવ સોલ્ટ મીઠાના કારખાનાથી થોડે પહેલા હરીપર ગામ તરફ હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના હરીપર ગામે રહેતા સલીમભાઇ ફતેમામદભાઈ કટીયા (ઉ.વ.૨૦) એ આરોપી કોઈ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઇ અજાણ્યા વાહન ચાલક આરોપીએ પોતાના હવાલાવાળુ વાહન પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી અજાણ્યા પુરૂષ ઉ.વ. આશરે ૩૫ થી ૪૦ વાળાને હડફેટે લઈ શરીરે ટારર ફેરવી દઈ છુંદી નાખી મોત નિપજાવી નાશી ગયો હતો. આ બનાવ અંગે સલીમભાઇ એ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ૨૭૯,૩૦૪(આ), તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.