માળીયા: કારખાનાના ગ્રાઉન્ડમાં મીલરીયુ એજ. એક્ષ ફ્લોરી મશીન રીક્ષા સાથે ભટકાતા ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

માળીયા (મી): માળિયા – હળવદ રોડ યુનીકો ગુડઝ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના ગ્રાઉન્ડમાં મીલરીયુ એજ.એક્ષ. ફ્લોરી મશીન રીવર્સમા ચલાવી રીક્ષા સાથે ભટકાડતા મહીલા સહિત ત્રણ વ્યકિતઓને નાની મોટી ઇજા પહોંચાડી આરોપી મશીન મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે આરોપી મશીન ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ યદુનંદન ગોશાળા સામે સલીમભાઇના ડેલે રહેતા અને મજુરી કામ કરતા સુનીલભાઈ હિતુભાઈ ડામોર (ઉ.વ.૨૩) એ આરોપી મીલરીયુ એજ.એક્ષ. ફ્લોરી મશીન રજીસ્ટર નંબર – જી.જે-૩૬- એસ-૨૦૪૬ વાળાના ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૫-૨૦૨૩ નાં સાંજના આશરે સાડા છએક વાગ્યાના અરસામાં માળિયા હળવદ રોડ યુનીકો ગુડઝ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના ગ્રાઉન્ડમાં આરોપીએ પોતાના હવાલા વાળુ મીલરીયુ એઝ .એક્ષ ફલોરી મશીન રજી.નં જી.જે.૩૬-એસ.૨૦૪૬ બેફામ અને બેફીકરાઇથી રીવર્સમા ચલાવી રીક્ષા નં જી.જે.૩૬ યુ ૯૫૬૭ વાળી ઉભેલી રીક્ષા સાથે ભટકાડી રજુબેનને જમણા પગે તથા કમરે ઇજા થયેલ તથા આનંદ અને મનીષભાઇને માથામા તથા શરીરે નાની મોટી ઇજા પહોચાડી નાસી ગયો હતો. આ બનાવ અંગે સુનીલભાઈએ આરોપી આરોપી મીલરીયુ એજ.એક્ષ. ફ્લોરી મશીન ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૩૭, તથા એમ.વી.એક્ટ કલમ – ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img