માળીયા નજીક ઈંગ્લીશ દારૂની 251બોટલ ભરેલી કાર સાથે એક ઈસમને ઝડપી પાડતી સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ
મોરબી:માળીયા તાલુકાના વિદરકા ગામના પાટીયા નજીક બાતમીના આધારે સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે 251 ઈંગ્લીશ દારૂની બોટલ ભરેલી કારને ઝડપી લીધી હતી અને રૂ.94,125ની કિંમતના ઈંગ્લીશ દારૂ, કાર સહિત કુલ રૂ.10.99 લાખના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરની ટીમને આજે સવારે સામખીયારીથી મોરબી તરફ નેશનલ હાઇવે વિદરકા ગામના પાટિયા નજીક ડિસન્ટ હોટલથી અર્જુનનગર વચ્ચે મોરબી 26 લખેલ માઈલ સ્ટોન નજીક GJ-3-HK- 6455 નબરની મહિન્દ્રા એક્સ યુ વી ગાડીમાં દારૂ ભરીને પસાર થતી હોવાની બાતમી મળતા આ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તુરંત ત્યાં દરોડો પાડીને દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. જેમાં કાર ચલાવતા આરોપી વીનેશ રામાભાઈ કોળી (ઉ.વ.23 રહે ભચાઉ)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 251 કિંમત રૂ.94, 125, રૂ.721 રોકડા એક મોબાઈલ તેમજ 10 લાખની ગાડી મળી કુલ રૂ.10,99.905 ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં અન્ય ત્રણ ઈસમો અરવિંદસિંહ ઝાલા, રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા (રહે. બંને કચ્છ) અને દારૂ મંગાવનાર ના નામ ખુલતા તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.