માળીયા (મિં)ના વેજલપર ગામે ક્ષત્રિય સમાજના આગેવાન અજયરાજસિંહ રાઠોડના દિકરીબાએ લગ્નની વિદાય પહેલા મતદાન કર્યુ
મોરબી: માળીયામિંયાણાના વેજલપર ગામે ક્ષત્રિય સમાજના આગેવાન સુખુભા (અજયરાજસિંહ) રાઠોડના એકના એક લાડકવાયા દિકરી પ્રિતિબાના લગ્ન વિધાનસભાની ચુંટણી એટલે કે તા.૧ ડિસેમ્બરના રોજ ધામધુમથી સમાપન થયા હતા અને સવારે દિકરીબાને ભારે હૈયે સાસરીયામાં વળાવતા સમયે વેલ જાપે પહોંચી ત્યારે પરિવારજનો સાથે દિકરીબાએ મતદાનનો આગ્રહ રાખીને મતદાન કરીને દેશના એક જાગૃત નાગરીક તરીકે ફરજ બજાવી હતી આજે સુખુભાના દિકરી પ્રિતિબાના લગ્નની સાથે મતદાનનો દિવસ હોય દિકરીબા પ્રિતિબાએ લોકશાહીના પર્વને પ્રથમ મહત્વ આપીને વિદાય પહેલા મતદાન કરીને દેશની લોકશાહીને મજબુત બનાવવા મતદાન કરીને પવિત્ર ફરજ નિભાવી મતદાન કર્યુ હતુ આ તકે પ્રિતિબાએ લોકોને લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરવા આહવાન પણ કર્યુ હતુ.