માળીયા (મિં) ખાતેથી દેશી તમંચા તથા જીવતા ત્રણ કાર્ટીઝ સાથે એક ઈસમ ઝડપાયો
માળિયા (મી): માળીયા (મિં) ખાતેથી હાથ બનાવટના દેશી તમંચા તથા જીવતા કાર્ટીઝ નંગ-૦૩ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબીનો સ્ટાફ કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઇ. તથા પોલીસ હેડ કોન્સટબેલને મળેલ ખાનગી બાતમીના આધારે માળીયા મીં. તળાવ નજીક મોટી બજારના જુના ઝાપા પાસેથી આરોપી સદામભાઇ અનવરભાઇ મુલ્લા મિંયાણા ઉવ.૨૮ રહે.માળીયા (મીં), માલાણી શેરી તા.માળીયા માઁ. જી.મોરબી વાળાને ગેરકાયદેસર દેશી હાથબનાવટના દેશી તમંચા નંગ-૧ કિં રૂ.૫૦૦૦ તથા જીવતા કાર્ટીઝ-૩ કિં રૂ. ૩૦૦ મળિ કુલ કિં રૂ. ૫૩૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી માળીયા (મીં), પોલીસ સ્ટેશનમાં સોંપવા કાર્યવાહી હાથ ધરેલ છે.