માળીયા (મી) ત્રણ રસ્તા પાસે નેશનલ હાઇવે રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા યુવકનું મોત

માળીયા (મી): કચ્છ મોરબી નેશનલ હાઇવે પર માળિયા (મી) ત્રણ રસ્તા પાસે આવેલ ઓવર બ્રીજ પર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના કાજરડા ગામે રહેતા સબીરભાઈ મહેબુબભાઈ કટીયા (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે કોઇ અજાણ્યા વાહનના ચાલક આરોપી એ પોતાના હવાલા વાળુ વાહન પુર જડપે અને ગફતલભરી રીતે બેદરકારીથી પોતાનુ વાહન ચલાવી અજાણ્યા પુરૂષ ઉ.વ. આશરે ૪૦ વર્ષ વાળાને હડફેટે લઇ શરીરે ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવી પોતાનુ વાહન લઇ નાસી ગયા હતા. આ બનાવ અંગે સબીરભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ઇ.પી.કો. કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img