મોરબીના ધુટુ રોડ પર ઉમા રેસીડેન્સી પાસે મોટર સાઈકલ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું
મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસીડેન્સી પાસે આવેલા રાધેશ્યામ કોમ્પલેક્ષ સામે બાઈક લઈને જઈ રહેલા મૂળ ટંકારાના બંગાવડી ગામના અને હાલમાં હરીઓમ પાર્ક સોસાયટી ઘુટુ રહેતા દેવેન પંકજભાઇ નિમાવત,ઉ.22નું બાઈક સ્લીપ થઇ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબીની પંચાસર ચોકડી પાસે રોડ ઉપરથી કેફી પીણું પીધેલ હાલતમાં એક યુવકને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીની પંચાસર ચોકડી પાસે એક કાર રોકી તપાસ કરતા આરોપી ધ્રુવભાઈ અંબારામભાઇ ભાલોડીયા (ઉ.વ.૩૩) રહે. રવાપર રોડ કાયાજી...
હળવદ થી રાણેકપર જતા રોડ ઉપર મહર્ષિ ગુરૂકુળના ગેટ પાસે બોલેરો ગાડીમાં બે શખ્સો આવી યુવકના છોટા હાથી વાહન પર પથ્થર મારો કરી છોટા હાથીમાં નુકસાન કરી યુવકને ઇજા પહોંચાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા ખોળાભાઈ રમેશભાઈ ટોટા (ઉ.વ૨૫) એ આરોપી...
મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ મોંમાઈ કોમ્પલેક્ષ સામે રોડ ઉપર કારે બે બાઈકને ઠોકર મારતાં યુવક સહિત ત્રણ વ્યકિતને ઈજા પહોંચી હતી. બાદમાં અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પરથી નાસી ગયો હોવાથી આરોપી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ પાટણ...