મોરબી:ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા ગરીબ પરિવારને અનાજની કીટ રોકડ સહાય આપી ધન્યતા પ્રાપ્ત કરી
એક ગરીબ પરિવાર કે જેમાં એક નાની દીકરી અને તેના દાદા દાદી સાથે જીવન ગુજારી રહ્યા છે. કુદરત પણ કેવી કસોટી મૂકે છે આ પરિવારના વયોવૃદ્ધ દાદા પર એક નાની દીકરી ને ભણાવી ગણાવીને ઉછેરવાની મોટી જવાબદારી આવી
કોરોના કાળ માં તેમના પુત્ર વધુ મૃત્યુ પામ્યા અને હાલ તેમના એકના એક દીકરાને હુમલો આવતા સ્વર્ગવાસ થયો આંખમાં આંસુ આવી જાય તેવી હ્રદયદ્રાવક ઘટનાની વાત રૂબરૂ મુલાકાત લઈ સાંભળી દાદા રામજીભાઈ હાલ કારખાનામાં રાત્રી ચોકિયત તરીકે કામ પર જાય છે તેમની પાસે જમીન કે રહેવા માટે પોતાનું ઘર પણ નથી આવા પરિવારની અમારા ચિત્રા હનુમાનજી ધૂન મંડળ ના સભ્યો શ્રી ભીખાભાઈ લોરિયા ઓધાભાઈ ભાડજા છોટુભાઈ બાવરવા અને ભટ્ટ સાહેબ તથા મંડળના પ્રમુખ શ્રી ટી સી ફૂલતરિયા એ જેપુરગામમુકામે રૂબરૂ જઈ અનાજ કીટ અને રોકડ સહાય આપી દીકરી તેમના.દાદા દાદી ના આશીર્વાદ લઈ પુણ્યનું ભાથુ બાંધી ધન્યતા અનુભવી તેમ પ્રમુખશ્રી ની યાદી જણાવે છે