અન્ય મુસાફરોને નાના મોટી ઇજા થઇ હોવાની માહિતી મળી રહી છે
મોરબી રાજકોટ હાઇવે પર અવાર નવાર અકસ્માત થતા હોય છે અગાઉ પણ ઘણા લોકોને મૃત્યુ થયા છે ત્યારે ફરીએકવાર રાજકોટ થી બિકાનેર જતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજા થઇ હતી જેમાં દલુરામ ખેમારામ (ઉ.વ૪૨),ભાલારામ વરીકારામ (ઉ.વ.૪૫),મુલારામ ખેમારામ (ઉ.વ.૨૫) ધાયલ થયા થતા તેમને 108 એમ્બ્યુલન્સ ટંકારા દ્વારા મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડયા છે
તો રાજકોટ મોરબી રોડ પર ટંકારા નજીક અકસ્માત ને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
