મોરબી:નવું બસ સ્ટેન્ડ ખુલ્લું મુકવા પ્રજાને આમંત્રણ ! આખરે કોંગ્રેસ જાગ્યું
જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા,ધારાસભ્યોને પણ આમંત્રણ આપ્યું
મોરબી: ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવા બસ સ્ટેશનને બનાવવામાં આવેલ છે. બસ સ્ટેશન ઘણા સમય થી તૈયાર થઇ ગયેલ છે. પરંતુ પ્રજાની સુવિધા માટે ખુલ્લુ મુકવામાં આવેલ નથી. ત્યારે મોરબી કોગ્રેસ પક્ષ દ્વારા વારંવાર લેખિત / મૌખિક રજૂઆત કરેલ કે નવું બસ સ્ટેન્ડ પ્રજાની સુવિધા માટે ખુલ્લું મુકવામાં આવે. તેમ છતાં હજુ સુધી ખુલ્લુંના મુકતા કોંગ્રેસ મેદાને આવી.
પણ સરકારમાં સમયનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે. જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રજાની સુવિધા માટે આ નવા બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન પ્રજાની સુવિધા માટે તારીખ 13/5/ ના શનિવારના દિવસે સવારે 11:00 કલાકે રાખેલ છે.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના કલેકટર અને મોરબી એસપીને વિશેષ ઉપસ્થિત રહેવા તેમજ માનનીય ધારા સભ્યઓને પણ ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે.
તો આપને પણ આ ઉદઘાટનમાં હાજર રહેવા માટે અમારું ભાવભીનું આમંત્રણ છે આપ સમયના અભાવે નહિ આવી શકો તો અમે કોંગ્રેસ પક્ષ પ્રજાને સાથે રાખી વિધિવત પ્રજાની સુવિધા માટે બસ સ્ટેશનને ખુલ્લું મૂકી દેસુ જેની નોંધ લેવા વિનંતી.