સમસ્ત હિન્દુ સમાજ નાં આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ નો જન્મ ચૈત્ર માસ ની શુકલ પક્ષ નવમીનાં દિવસે થયો હતો એટલે પુરા ભારત વર્ષમાં ધુમધામ થી રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામે પણ સમસ્ત ગ્રામજનો દ્વારા રામનવમીને લઇ ને તડામાર તૈયારીઓ ચાલી રહી છે
મહેન્દ્રનગર જુના ગામનાં ઝાપે સવારે ૦૦:૮ કલાકે હનુમાનજીનાં મંદિરે થી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે ગામના વિવિધ વિસ્તારોમાં ફરી શોભાયાત્રા સોસાયટીમાં પ્રવેશ કરશે બાદ મા બપોરના ૧૨ કલાકે જુના ગામનાં ચોક માં શ્રીરામ મંદિરે ખાતે પોંહચી મહાઆરતી કરવામાં આવ્યા બાદ શોભાયાત્રા નું સમાપન કરવામાં આવશે આ શોભાયાત્રામાં અંદાજે ૩૦ થી વધુ બુલેટ મોટરસાયકલ તેમજ ગાડી અને અન્ય વાહનો સાથે ગામ લોકો જોડાશે તો ગામનાં યુવાનો કેસરી ઝબ્બા અને કેસરી સાફા માં સજ્જ થઈ શોભાયાત્રામાં જોડાશે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...