મોરબીના ઈન્દિરાનગરમા તને કેમ હવા ચડી ગઈ છે તેમ કહી યુવાન પર ચાર શખ્સોનો છરી, પાઈપ વડે હુમલો
મોરબી: મોરબીના ઈન્દિરાનગરમા તને કેમ હવા ચડી ગઈ છે તેમ કહી યુવાન પર ચાર શખ્સોએ છરી અને પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ઈન્દીરાનગરમા રામાપીરના મંદિર સામે રહેતા રીષીભભાઈ દિનેશભાઇ ચાવડા (ઉ.વ.૨૪) એ આરોપી મનસુખભાઇ હનાભાઈ ચાવડા, હકાભાઈ હનાભાઈ ચાવડા, મનીષાબેન હનાભાઈ ચાવડા, કુસુમબેન હનાભાઈ ચાવડા રહે. બધાં ઈન્દિરાનગર મોરબી -૨ વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૧૧-૨૦૨૨ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં ફરીયાદી તથા સાહેદ અબ્બાસભાઈની દુકાન પાસે ઉભા હોય ત્યારે આરોપી મનસુખભાઇ ત્યા ફરીયાદી પાસે જઈ તને કેમ હવા ચડી ગઈ છે તેમ કહી ફરીયાદીને ગાળો આપી બોલાચાલી કરી ફરીયાદીને ડાબા હાથના ખંભા નીચે તથા છાતીના ભાગે છરી મારતા સાહેદેએ ફરીયાદીને છોડાવતા ફરીયાદી તથા સાહેદ તેના ઘરે જતા રહેતા આરોપી મનસુખભાઇ, હકાભાઈ, મનીષાબેન, કુસુમબેન નાઓ ફરીયાદીના ઘર પાસે જઈ આરોપી મનસુખભાઇએ લોકંડના પાઈપ વડે સાહેદને માથામા તથા સાહેદને માથામા કપાળના ભાગે મારેલ તથા આરોપી હકાભાઈએ ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુ નો માર મારેલ તથા આરોપી મનીષાબેન તથા આરોપી કુસુમબેનએ સાહેદને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડેલ હોય અને સાહેદને માથામા ટાંકા આવેલ હોય અને આરોપી મનસુખભાઇએ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવાન રીષીભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
