મોરબીના ઉંચી માંડેલ ગામેથી બે બાઈકની ઉઠાંતરી
મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડેલ ગામેથી અજાણ્યા ચોર ઈસમો બે બાઈક ચોરી કરી ગયા હોવાની ભોગ બનનારે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડેલ ગામે રહેતા અજુભા માવુભા પરમાર (ઉ.વ.૪૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૧૨-૨૦૨૨ ના રોજ રાતના બે વાગ્યાથી સવારના છ વાગ્યા વચ્ચેના સુમારે ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજીસ્ટર નં- GJ-36-AB-6621 જેની કિ રૂ. ૩૫,૦૦૦/.વાળુ તથા સાહેદ ટપુભા માવુભા પરમાર વાળાનુ મોટર સાયકલ હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાકયલ નં- GJ-03-DL-3055 જેની કિ.રૂ. ૮૦૦૦/. વાળુ કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હોવાની ભોગ બનનારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.