મોરબી: મોરબી હળવદ હાઈવે રોડ ઉંચી માંડેલ ગામથી આગળ મારબીલાનો સીરામીક કારખાનાની સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઈવે રોડ ઉંચી માંડેલ ગામથી આગળ મારબીલાનો સીરામીક કારખાનાની સામે રોડ પરથી આરોપી રવિભાઈ ગોગનભાઈ બડીયાવદરા રહે. ઈશ્વરીયા તા. જામજોધપુર જી. જામનગર વાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪- કિં રૂ. ૧૫૦૦ તથા મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-10-DC-7231 વાળુ કિં રૂ.૨૫,૦૦૦ મળી કુલ કિં રૂ.૨૬,૫૦૦ ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં હાલ મુસ્લિમ સમાજના મોહરમ શરીફ અંતર્ગત મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર છબીલ તાજીયા અખાડા કમિટી દ્વારા વિવિધ ધાર્મિક કાર્ય અંતર્ગત મુસ્લિમ સમાજના નવા વર્ષ મોહરમ શરીફ નિમિત્તે પ્રથમ ચાંદ થી શરૂ છે ત્યારે એ ડીવીઝનલ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન થી મોરબી...
મોરબી જિલ્લામાં મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા તથા યોજનાકીય લાભ પ્રદાન કરવા માટે મોરબીમાં વાઘપરા, શેરી નં. ૬, સતવારા સમાજની વાડી ખાતે એક દિવસીય યોજનાકીય કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા કાર્યરત...
મોરબી - રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા તેનો પાઈપ માથામાં લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે આવેલ વિઝન કારખાને રૂમમાં રહેતા અને...