મોરબી: મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક સીરામીક નજીક રોડ ઉપર સિએનજી રીક્ષા આડું કુતરું ઉતરતા કુતરા સાથે અથડાતા રીક્ષા પલ્ટી મારી જતા બે બાળકો સહિત પાંચ લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક સીરામીક નજીક રોડ ઉપર સિએનજી રીક્ષા આડું કુતરું ઉતરતા કુતરા સાથે અથડાતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. તેમજ રીક્ષામાં પરપ્રાંતીય મંજુર સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. અને પરપ્રાંતીય મંજુર મુળ મધ્યપ્રદેશના વતની હોય અને કારખાને કામ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે બાળકો સહિત પાંચ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ દ્વારા મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં છે.
મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી...
મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર -૩૦૧મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૬) એ આરોપી...