મોરબીના કાલીકાપ્લોટ વોકળાના કાંઠે જુગાર રમતા 11 ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના કાલીકાપ્લોટ વોકળાના કાંઠે જુગાર રમતા 11 ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીઝન મોરબીના માર્ગદર્શન હેઠળ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરનાઓની સુચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોરબી કાલીકાપ્લોટ વોકળાના કાંઠે અગ્યાર ઇસમો જાહેરમાં ગોળ કુંડાળુ વળી જુગાર રમતા મળી આવતા પકડી પાડી ઇસમો પાસેથી રોકડ રૂ.૪૧૦૫૦/-નો મુદામાલ કબ્જે કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મજકૂર ઇસમો વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલા આરોપીઓ:
ઇસ્માઇલભાઇ હોથીભાઇ ચાનીયા રહે.મોરબી કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ મોરબી, દિનેશભાઇ ચુનીલાલ પારેખ રહે. મોરબી મોટીમાધાણી શેરી દરબારગઢ, અનિલભાઇ હરીભાઇ રાજા રહે. મોરબી રવાપર રોડ સોમનાથ સોસાયટી, કિશોરભાઇ ચંદુભાઇ રૂપારેલ રહે.મોરબી-૨ રણછોડનગર જલરામપાર્ક -૧ બ્લોકનં.૧, નરેન્દ્રભાઇ મનહરલાલ સોલંકી રહે.મોરબી ઝવેરીશેરી, ભગવાનજીભાઇ માયાભાઇ કુંભારવાડીયા રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર, રજાકભાઇ સુલેમાનભાઇ કાથરોટીયા રહે.મોરબી ખાટકીવાસ, કરીમભાઇ હુશેનભાઇ ચાનીયા રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૨, વિજયભાઇ હરીલાલ રાણપરા રહે.મોરબી ગ્રીનચોક મોદીશેરી, વિનોદભાઇ નારણભાઇ કોટક રહે. મોરબી લગધીરવાસ, રહેમતુલ્લા નુરમામદભાઇ કુરેશી રહે. મોરબી વજેપર રાજબેન્કવાળી શેરી.