મોરબીના કોયલી ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના કોયલી ગામેની ખારા તરીકે ઓળખાતી સીમમાં કાચા રસ્તા ઉપર ફરીયાદીના ખેતરની સામે કાચા રસ્તા ઉપરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ મોરબી તાલુકાના કોયલી ગામેના રહેવાસી અને હાલ મોરબીના શનાળા રોડ પર લાઇન્સનગરમા રહેતા અને પંચરનો ધંધો કરતા પ્રવિણભાઈ ભુરાભાઈ ડંડેચાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૦૪-૨૦૨૩ ના સવારના સાડા અગિયાર વાગ્યાથી સાડા બાર વાગ્યા દરમ્યાન કોઈપણ વખતે ફરીયાદીનુ હોન્ડા કંપનીનુ કાળા કલરનુ એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નં- નં.GJ-36-AE-0227 વાળુ કિંમત રૂપીયા ૪૦,૦૦૦/- વાળુ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર પ્રવિણભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ – ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.