મોરબી: મોરબી તાલુકાના ખારચીયા ગામે કાંતિભાઇ તરશીભાઈ વાઘેલાની વાડીએ ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખારચીયા ગામે રહેતી પિનુબેન ફુલસીંગ માવી ઉવ.૧૭ વાળીએ ખારચીયા ગામ કાંતિભાઇ તરશીભાઇ વાઘેલાની વાડીમા કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ જતા સારવાર માટે મોરબી સીવીલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
