Monday, August 18, 2025

મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર પાવરહાઉસ નજીક ટ્રકે હડફેટે લેતા બાઈક સવાર યુવકનુ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી અજાણ્યા આઇસર ટ્રકના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના વેજીટેબલ રોડ શિવપાર્ક મકાન નં-૧૮મા રહેતા કુપસિંહ ડુંગરસિંહ ચૌહાણએ આરોપી અજાણ્યા આઇસર ટ્રકના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૩-૨૦૨૩ ના રોજ રાત્રીના આશરે સાડા નવ થી દસ વાગ્યાના સમય વચ્ચેના અરસામાં અજાણ્યા આઈસર ટ્રક ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેફીકરાઈ થી ચલાવી ફરીયાદીના ગામના નરેન્દ્રસિંહ ઉર્ફે વિક્રમભાઈ લાલસિંહ ચૌહાણ ઉ.વ.૪૦ રહે. તુલશી પેટ્રોલપંપ ખોખરા હનુમાનરોડ બેલાગામ તા-જી મોરબી મુળગામ-ઠાકડા કી ગુવાર (મંડાવર) તા-ભીમ જીલ્લો-રાજસમઢ (રાજસ્થાન) વાળા ને મોટરસાયકલ નંબર- GJ-03-AC-1609 સહીત હડફેટે લેતા નરેન્દ્રસિંહને માથામાં ગંભીર ઈજા થતા તેમજ શરીરે ઈજા થતા સ્થળ પરજ મોત નિપજાવી આરોપી તેનું આઈસર ટ્રક લઇ ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ગામના કુપસિંહે આરોપી અજાણ્યા આઈસર ટ્રકના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર