Sunday, July 13, 2025

મોરબીના ગાળા ગામના પાટીયા નજીક બોલેરો કારનું ટાયર ફાટતાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના ગાળા ગામના પાટીયા નજીક બોલેરો કારનું ટાયર ફાટતાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ અંજારથી મોરબી મંડપ સર્વિસના કામ અર્થ વાવડી ગામે આવેલા અને મંડપ સર્વિસનું કામ પુરૂ કરી વાવડી ગામથી પરત અંજાર તરફ જતા હતા ત્યારે મોરબીના ગાળા ગામના પાટીયા નજીક બોલેરો કારનું ટાયર ફાટતાં કાર પલટી મારી જતાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત ઈશ્વર બુધા નાયક ઉ.વ.૧૯, અંધિન રંગીન બારીયા, કાળું નાયક ઉ.વ.૨૦, રાજેશ છત્રક બારીયા ઉ.વ.૨૪, રમેશ ડામોર ઉ.વ.૩૦, વિક્રમ રંગીત બારીયા ઉ.વ.૨૭, દિલીપ ડામોર ઉ.વ.૩૦ સહિત અન્ય બે વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેમજ હાલ મળતી માહિતી મુજબ ત્રણ લોકોને વધું સારવાર અર્થે મોરબી પ્રાઈવેટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર