મોરબીના ચકમપર ગામે પાણીની કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત
મોરબી: મોરબી તાલુકાના ચકમપર ગામે પાણીની કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામની સીમમાં રહેતા નરવતભાઈ લખમણભાઇ નાયક (ઉ.વ.૨૯) નામનો યુવક ગત તા.૧૪-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ચકમપર ગામની સીમ કેનાલ પાસે આવેલ પાણીની કેનાલમાં કોઈ કારણોસર પડી ડુબી જતાં નરવતભાઈને સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.