Wednesday, July 9, 2025

મોરબીના જાંબુડીયા ગામ નજીક રોડ પરથી યુવકના હાથમાંથી મોબાઈલ આંચકી ચાર શખ્સો પલાયન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ વોયાતી કારખાનાના લેબર કોલોની પાસે રોડ ઉપરથી યુવકના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી ચાર શખ્સો પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ દરમ્યાન એક ઈસમની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મુળ ઉતરપ્રદેશનો રહેવાસી અને હાલ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ વોયાતી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અબ્દલહક સમસુલહક અંસારી (ઉ.વ.૧૮) એ આરોપી અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૧-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા નવ દશેક વાગ્યાના સુમારે મોરબીના જાંબુડીયા ગામની સીમ વોયાતી કારખાનાના લેબર કોલોની પાસે રોડ પરથી આરોપીઓએ ફરીયાદી પાસે રહેલ Realme C21y મોડલનો મોબાઇલ ફોન જેની કિંમત રૂ.૫૦૦૦ વાળો મોબાઇલ ફોન આંચકી લઈ નાશી ગયા હોય જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરતા કાનજીભાઇ ઉર્ફે કાનો રાજેશભાઈ ચાવડા (ઉ.વ.૨૧) રહે મોરબી વાળાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ તમાંમ આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ-૩૭૯(ક)(૧) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર