મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી સગીરનુ અપહરણ
મોરબી: સગીર બાળક મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે કાકાના દીકરાની વહુ સાથે રસ્સી ઢોલક સરકસનો ખેલ કરવા ગયેલ હોય ત્યારે સગીરનુ કોઈ અપહરણ કરી લઈ ગયુ હોવાની સગીરના ભાઈએ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ છતીસગઢના વતની અને હાલ મોરબીની નવલખી ફાટક સી.એન.જીની બાજુમાં રહી રસ્સી સરકસનો ધંધો કરતા કરણ રામકુમાર રામખેલાવન (ઉ.વ.૧૯) એ આરોપી અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૦૧-૨૦૨૩ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ફરીયાદીના નાનાભાઇ ઘર્મેન્દ્ર ઉ.વ.૧૩ વર્ષ ૭ માસ જેની (જન્મ તા.૦૧/૦૪/૨૦૦૯) વાળો જુના બસ સ્ટેન્ડ પાસે ફરીયાદીના કાકાના દિકરાની વહુ ધનબાઇ સાથે રસ્સી ઢોલક સરકસનો ખેલ કરવા ગયેલ ત્યારે બપોરના આસરે ત્રણેક વાગ્યાના અરસામાં કોઇ તેનુ ગેરકાયદેસર રીતે કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી લઈ ગયું હતું. આ બનાવ અંગે સગીરના ભાઈએ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે સગીરને શોધી કાઢવા તેમજ આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.