મોરબીના જૂના બસ સ્ટેન્ડ અંદર ગ્રાઉન્ડમાં એસટી બસ અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું
મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ અંદર ગ્રાઉન્ડમાં એસટી બસ બસની રાહ જોઈને ઉભેલ મુસાફર સાથે અથડાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી એસટી બસના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ગ્રીનચોક બક્ષીશેરીમા રહેતા નીશીતભાઈ વિનોદકુમાર રાણપરા (ઉ.વ.૩૧) એ આરોપી એસટી બસ રજીસ્ટર નંબર – GJ-18-Z -0763 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૧૦-૨૦૨૨ ના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં એસ.ટી. બસ રજીસ્ટર નંબર- જીજે-૧૮-ઝેડ-૦૭૬૩ ના ચાલક આરોપીએ પોતાના હવાલાવાળી એસ.ટી. બસ બેદરકારી પુર્વક લોકોની જીંદગી જોખમાઇ તે રીતે મોરબી જુના બસસ્ટેશનના પાછળના ગેટ તરફથી મોરબી જુના બસસ્ટેન્ડના ગ્રાઉન્ડમાં પુરઝડપે ચલાવીને ફરીયાદના પિતા વિનોદભાઇ જુના બસસ્ટેંડના ગ્રાઉન્ડમા બસની રાહ જોઇને ઉભા હોય તેની સાથે અથડાવી પછાડી દઇ શરીરના ભાગે છોલછાલ ઇજા તેમજ પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી એસટી બસના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૩૭, ૩૦૪(અ) તથા એમ.વી એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.