મોરબી: મોરબી તાલુકાના જોધપર (નદી) ગામે નિલેષભાઈ પટેલની વાડીએ યુવતીએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ કિરણબેન સુરેશભાઇ સમરાભાઇ ડામરા ઉ.વ.૨૦ રહે હાલ જોધપર(નદી) નિલેષભાઇ પટેલની વાડીએ, તા.જી.મોરબી મુળ રહે. ખરભડી ગામ, તા.ગંધવાણી, જી.ધાર (મધ્ય પ્રદેશ). વાળી ગઇ તા.૨૧/૧૨/૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે જોધપર(નદી) ગામના નિલેષભાઇ પટેલની વાડીએ પોતાની માતાએ રોટલા ઘડવા તથા ઘરકામ બાબતે ઠપકો આપતા મનોમન લાગી આવતા એકલતાનો લાભ લઇ વાડીના ખેતરમાં ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરતા તા.૨૬/૧૨/૨૦૨૨ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...