મોરબીના ઝીકિયારી ગામમાં રહેતાં જયસુખભાઈ રામજીભાઈ બાવરવાની વાડીમાં જયસુખભાઈ પોતે તેમજ મજુર બપોરના સમયે વાડીમાં મજુરી કામ કરતા હતા તે દરમિયાન અચાનક કડાકા ભડાકા સાથે વર્ષાબેન કિશોરભાઈ અદગામા નામની મહિલા પર વીજળી પડી હતી.
ઘટનામાં વર્ષાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા ઘટનાની જાણ થતાં મોરબી 108ની મહેન્દ્રર નગર લોકેશનના હનીફભાઈ દલવાની અને ઇએમટી દીપિકાબેન પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે મહિલાને સારવાર આપે તે પહેલાં મહિલાનું મોત થયું હતું. જે બાદ મહિલાને પીએક અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
હળવદ તાલુકાના મંગળપુર ગામના પાટીયા પાસે રોડ પર એક શખ્સે વૃદ્ધના દિકરાને ખેતર જવાના રસ્તે નહી ચાલવાનું કહી વૃદ્ધ તથા તેના દિકરાને ગાળો આપી ઝાપટ તથા પથ્થર વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમા પ્રમુખસ્વામીનગરમા રહેતા અંબાવીભાઈ ગોકળભાઇ વાછાણી...
ટંકારા તાલુકાના પ્રભુનગર મીતાણા ગામે ઓવરબ્રિજની સર્વીસ રોડ ઉપર બાલાજી ઓટોગેરેજ દુકાન પાસે આધેડ હાજર હોય ત્યારે આરોપી ગાડીમાં આવી આધેડને ગાળો આપી છરી કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા હિતેષભાઇ તળશીભાઈ ઢેઢી (ઉ.વ.૪૯) એ...