Sunday, August 17, 2025

મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા યોજાયેલા પ્રથમ સમુહલગ્નોત્સવમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટીંબડી ગામે રામાનંદીય સાધુ સમાજના પ્રથમ સમૂહલગ્તોસવમાં પાંચ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા સંતો મહંતો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહીને નવયુગલોને આર્શિવચન આપ્યા હતા

મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા યોજાયેલા પ્રથમ સમૂહલગ્તોસવમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જાણવા મળતી વિગત મુજબ મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહલગ્તોસવનુ જાજરમાન આયોજન કર્યું હતુ જેમા પાંચ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાઈને પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ તકે સમુહ લગ્નોત્સવમાં મુખ્ય આમંત્રિત મહેમાનોમાં સંતો મહંતો રાજકીય અગ્રણીઓ રામાનંદીય સાધુ સેવા સમિતિના અગ્રણી આગેવાનો સહીત રામાનંદિય સમાજના મહેમાનોની ખાસ ઉપસ્થિતમાં ભાગવત આચાર્ય વિદ્વાન શાસ્ત્રીશ્રી અમિતભાઈ પંડ્યા દ્વારા હિન્દુ રીત રિવાજ અનુસાર શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ કરાવી ઉપસ્થિત સંતો મહંતોએ અને રાજકીય અગ્રણી આગેવાનો રામાનંદીય સાધુ સેવા સમિતિના આગેવાનોએ તમામ પાંચ નવયુગલોને આર્શિવચન આપ્યા હતા આ સમુહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાયેલ તમામ પાંચ દીકરીઓને ૧૬૦ જેટલી ચીજવસ્તુઓની કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી રામાનંદીય સમાજના યોજાયેલ પ્રથમ સમૂહલગ્તોસવમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર યુટુયુબ સ્ટાર કૃપાલી અગ્રવાત અને જુનિયર દયાથી ફેમસ કાજલબેન રામાનંદીએ ઉપસ્થિત તમામ લોકોનુ આકર્ષણ જમાવ્યુ હતુ આ તકે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સમૂહલગ્નથી સમાજને અનેક ફાયદાઓ સાથે સમાજમાં એકતાની બની રહેશે જેમના અન્ન ભેગા તેમના મન ભેગા સમાજની એકતા જ સમૂહલગ્તોસવને સફળ બનાવે છે તેવુ જણાવ્યું હતું જ્યારે અરવિંદભાઈ વાંસદળીયા રમેશભાઈ વડસોલા(સરપંચ) રમેશભાઈ વડસોલ (પૂર્વ સરપંચ) પંકજભાઈ રાણસરિયા સહિતના રાજકિય આગેવાનો પધાર્યા હતા સમૂહલગ્ન બાદ સમુહભોજનનુ ઉપસ્થિત તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામાનંદીય સાધુ સેવા સમિતિ મોરબીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર