Monday, July 14, 2025

મોરબીના નાગડાવાસ ગામની સીમમાંથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં નાગડાવાસથી ગુંગણ જવાના કાચા રસ્તેથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ કે, એક સફેદ કલરની સ્વીટ ડીઝાઇર કાર રજી.નં. GJ-13-N-4133 વાળીમાં ઇગ્લીશ દારુ ભરી મોરબી તાલુકાના નાગડાવાસથી ગુંગણ તરફ જનાર છે વિગેરે મતલબેની મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ પ્રોહીબીશન અંગે રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૬ કિ.રૂ.૩૬,૦૦૦/- તથા ઇગ્લીશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સ્વીફટ ડીઝાઇર કાર રજી.નં, GJ-13-N-4133 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૩૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમ મળી આવતાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર