મોરબીના નાની વાવડી ગામેથી બાઈકની ઉઠાંતરી
મોરબી: મોરબી તાલુકાના નાની વાવડી ગામેથી અજાણ્યા ચોર ઈસમ બાઈક ઉઠાવી ગયા હોવાની ભોગ બનનારે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામ બગથળા રોડ ઉમીયા પાર્ક સોસાયટીમાં રહેતા હરીસિંહ નારસિંહ સોઢા (ઉ.વ.૨૪) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૧૨-૨૦૨૨ થી ૦૩-૧૨-૨૦૨૨ ની વચ્ચે કોઈપણ સમયે ફરીયાદીનુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ સને ૨૦૨૦ ના મોડલનુ બ્લેક રેડ પરપલ કલરનુ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-36-AA-2826 જેની કિ.રૂ. ૩૦,૦૦૦/- વાળુ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાનુ હરિસિંહએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.