મોરબી: મોરબી તાલુકાના નાની વાવડી ગામે યુવકે ગળોફાસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે ઈન્દિરા આવાસના મકાનમાં રહેતા મનિષ નરેશભાઈ મકવાણા (ઉ.વ. ૨૫) એ ગત તા.૦૯-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે પોતાના રહેણાંક મકાને ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
