મોરબી: મોરબીના રવાપર રોડ પર આવેલ નિલકંઠ વિદ્યાલય ખાતે તા.18.03.23 થી 26.03.23 સુધી સાંજે 5.30 થી 7.30 વાગ્યા દરમ્યાન યોજાનારી ચિલ્ડ્રન SSY શિબિર માટે રજીસ્ટ્રેશન કરવા જણાવાયું.
હાલના મોબાઈલ, ટીવી અને કમ્પ્યુટર યુગમાં તેમજ વિડીયો ગેમના જમાનામાં બાળકો ઇન્ડોર અને આઉટડોર ગામઠી રમતો ભૂલી ગયા છે,આજના બાળકો માનસિક રીતે મજબૂત થયા છે પણ શારીરિક રીતે અશક્ત થયા છે ત્યારે બાળકોના ઉત્તમ ઘડતરનો સોનેરી અવસર એટલે ચિલ્ડ્રન SSY ઋષિ પ્રભાકરજી પ્રેરિત ચિલ્ડ્રન SSY દ્વારા બાળકોમાં રહેલી સર્વોત્તમ શક્તિ બહાર લાવી શકાય,બાળક સહજ રીતે અભ્યાસમાં શ્રેષ્ઠતમ દેખાવ કરી શકે,બાળકના જીદ્દી અને ગુસ્સા વાળા સ્વભાવમાં આમૂલ પરિવર્તન આવે.બાળક સર્જનાત્મક પ્રવૃત્તિ કરતું થાય, જવાબદાર,શિસ્તબદ્ધ અને અન્યને મદદરૂપ થનારું,નમ્ર વિવેક અને અજ્ઞાકિત બને,બાળકમાં સામાજિક,શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ થાય આવા અનેક ફાયદા આ શિબિર દ્વારા થાય છે,જો આવા ફાયદા પ્રાપ્ત કરવા હોય તો જરૂરથી 8 વર્ષથી 15 વર્ષના બાળકોને ચિલ્ડ્રન SSY માં મોકલવા માટે નવનીતભાઈ કુંડારિયાના મોબાઈલ નં. 98252 24898 અને તૃપ્તિબેન પટેલના મોબાઈલ નં.97236 45695 રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...