મોરબીના નીચી માંડલ ગામે મોન્ટેલો સિરામિકમાં સીડી પરથી પડી જતાં માસુમ બાળકનું મોત
મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામે મોન્ટેલો સીરામીકમા સીડી પરથી પડી જતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નિચી માંડલ ગામે મોન્ટેલો સીરામીકમા રહેતા અભી અનુજકુમાર યાદવ (ઉ.વ.૪) નામનો માસૂમ બાળક ગત તારીખ ૧૭/૦૨/૨૦૨૩ ના બપોરના ચારેક વાગ્યાની આસપાસ નીચી માંડલ મોન્ટેલો સીરામિકમા કોઈપણ કારનોસર સીડી પરથી પડી જતા માથે શરીરે ગંભેર ઈજાઓ થતા પ્રથમ સારવાર મોરબી ખાનગી હોસ્પીટલ બાદ બીજી ખાનગી હોસ્પીટલ બાદ અર્ધ બેભાન હાલતમા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ચાલુ સરવાર દરમ્યાન ફરજપરના તબીબે તપાસી તા.૧૭/૦૨/૨૦૨૩ ના રોજ મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.