મોરબીના પંચાસર ગામે પરણિતાનો કુવામા પડી આપઘાત
મોરબી: મોરબી તાલુકાના પંચાસર ગામે પરણિતાએ કુવા પડી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ ખારવીબેન નમલેશભાઈ રાઠવા (ઉ.વ૩૪)ને પતિ સાથે વતનમાં સાઢુભાઇના લગ્નમાં ગયેલ ત્યારે ખારવીબેન લગ્નમાં જવાને બદલે તેમના પિયરમાં જતા રહેલ હતા જે બાબતે ખારવીબેનને તેમના વતનમાં તેમના પતિએ ઠપકો આપેલ હોય બાદ તા. ૩૧/૦૧/૨૦૨૩ ના રોજ પંચાસર ખાતે વાડીએ આવી મોડી રાત્રીના બધા સુઇ ગયા બાદ ઠપકા બાબતે મનમાં લાગી આવતા ઓરડીની બાજુમાં કુવો આવેલ તેના પાણીમાં પોતાની જાતે પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.