Sunday, July 6, 2025

મોરબીના પંચાસર રોડના નાકેથી કાર-રીક્ષામાંથી વિદેશી દારૂ /બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો: એક ફરાર 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરના પંચાસર રોડના નાકા પાસેથી સીએનજી રીક્ષા અને સ્વીફ્ટ કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય પોલીસે રેડ કરીને કાર, સીએનજી રીક્ષા તેમજ દારૂનો જથ્થો અને મોબાઈલ સહીત ૪.૫૦ લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે જયારે એક આરોપી નાસી ગયો હતો.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ મેઈન રોડ પર પંચાસર રોડના નાકા પાસેથી સીએનજી રીક્ષા અને સ્વીફ્ટ કારમાંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી ઝડપી લેવામાં આવી હતી અને પોલીસને જોઇને કારનો ચાલક નાસી ગયો હતો પોલીસે સ્થળ પરથી સીએનજી રીક્ષા જીજે ૦૧ ટીડી ૫૯૮૮ કીમત રૂ ૪૦,૦૦૦ સ્વીફ્ટ કાર જીજે ૦૯ બીબી ૪૪૭૬ કીમત રૂ ૨.૫૦ લાખ તેમજ ઈંગ્લીશ દારૂ ૩૯૬ બોટલ અને બીયર નંગ ૪૮ અને મોબાઈલ મળીને કુલ રૂ ૪,૫૦,૪૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.તેમજ રીક્ષા ચાલક વરીશઅલી સલમાનઅલી બુખારી (ઉ.વ.૨૨) રહે વિસીપરા કુલીનગર ૧ મોરબી વાળાને ઝડપી લીધો હતો તો કાર જીજે ૦૯ બીબી ૪૪૭૬ નો ચાલક નાસી ગયો હોય જે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર