મોરબીના પંચાસર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ ઝડપાઈ: આરોપી ફરાર
મોરબી: મોરબીના પંચાસર રોડ મામાદેવના મંદિર નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી હતી. જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ મામાદેવના મંદિર નજીક આરોપી દીવ્યેશભાઈ ઉર્ફે મુન્નો ગણેશભાઈ પટેલ રહે. ખોડીયાર પાર્ક સોસાયટી વાવડી જી.મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા બજાજ પલ્સર મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-C-8497 વાળામા ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં.રૂ. ૩૭૫ તથા મોટરસાયકલ કિં રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૨૦,૩૭૫ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે જપ્ત કરેલ છે જ્યારે આરોપી દીવ્યેશભાઈ ઉર્ફે મુન્નો ગણેશભાઈ પટેલ રહે. ખોડીયાર પાર્ક સોસાયટી વાવડી જી.મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.