મોરબીના પીપળી રોડ નજીક લૂંટનો બનાવ: કારખાનાના કર્મચારી પાસેથી રોકડ 29 લાખની લુટ
મોરબી: મોરબી નજીકના પીપળી ગામ પાસેથી યુવાન પોતાના ઘરે જતો હતો ત્યારે તેના બાઇકને અજાણી કારમાં આવેલ ત્રણ શખ્સો દ્વારા ઠોકર મારીને પછાડી દેવાનાં આવ્યો હતો અને બાદમાં યુવાનને માર મારીને ૨૯ લાખ રૂપિયાની લુંટ ચલાવવામાં આવી છે અને તે ત્રણેય શખ્સો કાર લઇને નાસી ગયા છે જેથી તેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી નજીકના પીપળી ગામે રહેતો અને પીપળી ગામ પાસે જ આવેલ કેલી ફેક્ષન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં કામ કકતો કર્મચારી ચંદ્રેશ સવજીભાઇ સિરવી નામનો યુવાન સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં કારખાને કામ પુરુ કરીને પોતાના બાઇક ઉપર રોકડા રૂપિયા ૨૯ લાખ ભરેલ થેલો લઇને ઘર તરફ જતો હતો ત્યારે અજાણી કારમાં આવેલા ૩ શખ્સોએ કારથી યુવાનના બાઇકને ઠોકર મારી હતી અને યુવાનને નીચે પછાડી દઇને તેને ઢીકાપાટુનો માર મારો હતો ત્યાર બાદમાં યુવાન પાસે રહેલ ૨૯ લાખ રૂપિયા ભરેલ થેલાની લુંટ ચલાવીને ત્રણેય શખ્સો નાસી ગયા હતા જેથી કરીને અજાણી કારમાં આવીને લુંટ ચલાવીને નાસી ગયેલા ત્રણ શખ્સોને પકડવા માટે હાલમાં મોરબી તાલુકા પોલીસ, એલસીબી, એસઓજીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે.