મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપળી રોડ ઉપર થયેલ રૂપીયા ૨૯, ૦૦, ૦૦૦/- ની લુંટનો ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી લુંટમા ગયેલ મુદામાલ તથા લુંટ કરતી ગેંગના ૭ ઈસમોને ને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી.
ગઇ તા.૧૫/૧૨/૨૦૨૨ ના સાંજના સમયે ફરીયાદી ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી કે જે પીપળી રોડ ઉપર આવેલ કેલેફેક્શન ટેકનો પ્રા.લી. નામના કારખાનામાં કેશીયર તરીકે નોકરી કરતા હોય અને જેઓ કારખાનાની રોકડ રકમ રૂ.૨૯,૦૦,૦૦૦/- લઇને કારખાનાથી પોતાના ઘર તરફ મોટર સાયકલ ઉપર જતા હતા તે દરમ્યાન અજાણી ફોર વ્હીલ કારે મોટર સાયકલ સાથે ગાડી ભટકાડી ફરીયાદીને પાડી દઇ અજાણ્યા ત્રણ માણસો ફોર વ્હીલમાંથી ઉતરી ફરીયાદીને ઢીકાપાટુનો મુઢ માર મારી ફરીયાદી પાસે રહેલ રોકડા રૂપીયા ભરેલ થેલો ઝુંટવી જઇ ફરીયાદીને સામાન્ય ઇજા કરેલ હોય જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪ મુજબ વણશોધાયેલ ગુનો રજીસ્ટર થયેલ હતો.
આ ગુન્હની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા બાબતે પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ સુચના આપતા પોલીસ અધિક્ષક મોરબીનાઓની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓ ગુનામાં વપરાયેલ ફોર વ્હીલ કાર તથા આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી ગુન્હો ડીટેકટ કરવા એલ.સી.બી. ૮ પેરોલ ફર્લો સ્કવોડ ૮ ટેકનીકલ ‘ ટીમની અલગ અલગ ટીમો સાથે પ્રયત્નો હાથ ધરેલ.
તપાસ દરમ્યાન બનાવ સ્થળની વિઝીટ કરી પ્રથમ ફરીયાદી જ કારખાનામાં કામ કરતા હતા તે કારખાનામાં કામ કરતા અન્ય સહ કર્મચારી તેમજ જરૂરી શકમંદોની પુછ પરછ કરવામાં આવેલ. ઉંડાણ પૂર્વકની તપાસ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ માધ્યમ માંથી જાણવા મળેલ કે આ કામના ફરીયાદી જે કારખાનામાં કામ કરે છે તેઓની સાથે કામ કરતા કર્મચારીએ આ બાબતે ટીપ આપેલ હોય અને ગુનાને અંજામ આપનાર આરોપીઓ હોન્ડા સીટી, કીયા તથા બલેનો ગાડીનો ઉપયોગ કરેલ હોય અને સદરહુ લુંટના ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓ દ્વારા કારખાનાથી લઇ મોરબી સુધીના રૂટની રેકી કરેલનું જાણવા મળેલ, તેમજ બનાવના દિવસે ફરીયાદી રોકડ રકમ સાથે ફેકટરીએથી ઘર તરફ જવા નીકળતા આ લુંટના ગુન્હાને અંજામ આપેલ હોય. જે ગુન્હાને અંજામ આપનાર કુલ ૭ ઇસમોને આ ગુનામાં ગયેલ મુદામાલ પૈકીના રોકડા રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ ત્રણ ફોર વ્હીલ કાર, મોબાઇલ ફોન સાથે હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન લુંટનો અન ડીટેકટ ગુન્હો ગણતરીના દિવસોમાં ડીટેકટ કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે મહાદેવજીને સુંદર ફૂલો થી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્ય થી પ્રખ્યાત યુ ટ્યુબર ભાવિક ગજ્જર એન્ડ કંપનીના મધુર સંગીતના સથવારે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહાઆરતીનું...
મોરબી અત્રેના સરસ્વતી શિશુ મંદિર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી ના જિલ્લા, તાલુકા, મંડલના કાર્યકર્તાઓની હાલમાં ચાલતા સદસ્યતા અભિયાન અંગે તેમજ સંગઠનનો વિસ્તાર કરવા બાબતે સંગઠનના કાર્યકર્તાઓના ઘડતર માટેની બેઠક યોજાઈ.
જેમાં સંગઠન મંત્રથી બેઠકની શરૂઆત કરવામાં આવી, બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ...
મોરબી જીલ્લા શિક્ષક શરાફી મંડળીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેથી મોરબી શિક્ષક શરાફી મંડળીમાં સભાસદોને અન્યાય થતો હોય અને મોટાભાગના સભાસદોને મંડળીના મેનેજમેન્ટ થી અસંતોષ થતો હોય માટે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું છે.જેમાં નીચે મુજબના મુદ્દાઓનું ઉમેદવારો દ્વારા સંતોષકારક રીતે નિરાકરણ...