મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પ દ્વારા જનસેવાના લોકસેવાના કાર્યો થતા રહે છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય સ્વ.ગોકળદાસ પરમારની 102 મી જન્મ જ્યંતી નિમિત્તે મોરબી તાલુકાની વાડી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં તેમજ દોશી એન્ડ ડાભી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે દરેક વિદ્યાર્થીઓને બબે ફુલસ્કેપનું વિતરણ કરી સ્વ.ગોકળદાસ પરમારને શ્રધાંજલિ અર્પણ કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ.ગોકળદાસ પરમાર મુંબઈ રાજ્યની વિધાનસભાની 1957 ની ચુંટણીમાં 35 વર્ષની ઉંમરે મોરબી-માળીયા વિધાનસભા ક્ષેત્રમાં જન પ્રતિનિધિ તરીકે પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા હતા ત્યારબાદ તેઓ 1962-1967 માં ગુજરાત વિધાનસભાની મોરબી માળીયા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોરબી-માળીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ઈ. સ.1942 ના ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા હતા.ઈસ.1947 માં તેઓએ ખેડૂત સત્યાગ્રહ કર્યો હતો જેના કારણે જેલમાં જવું પડ્યું હતું. એમને એમના જીવન દરમિયાન કરેલ લોકસેવાના કર્યો બદલ અનેક એવોર્ડથી સન્માનિત કરાયા હતા.આવા લોકસેવક,જનસેવક અને જન પ્રતિનિધિ સ્વ.ગોકળદાસ પરમારના સેવાકાર્યોને આગળ ધપાવવાના હેતુસર મોરબીની વાડી વિસ્તારની શાળાના ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે બબે ફુલસ્કેપ અર્પણ કરી જન્મ જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર મયુર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના મહત્વત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજના યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન...
કેન્દ્ર સરકાર ધ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત છે.
હાલમાં પી.એમ.કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે. આમ મોરબી જિલ્લામાં પી.એમ.કિસાન યોજના અન્વયે ૧૯માં હપ્તાનો લાભ લેતા ૭૭,૮૯૨ માંથી...
ગુજરાત રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ટંકારા લતીપર રોડ પર ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક ફુલઝર નદી પર આવેલ માઇનર બ્રીજનું માર્ગ અને...