Sunday, May 19, 2024

મોરબીના બગથળા ગામે ચોરી ગયેલ ટ્રેકટરની ટ્રોલી સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામે ચોરીમાં ગયેલ ટ્રેકટરની ટ્રોલી સાથે એક ઇસમને  મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો.

મોરબી તાલુકાના બગથળા ગામે પારેવડી ચોકમાંથી ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થયેલ હોય અને આ બનાવ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન ફેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી તેમજ આઉટસોર્સના માધ્યમથી ગુન્હે સોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા તે‌ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને ખાનગીરાહે બાતમી મળેલ કે ટેલીની રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના હરીપરપાળ ગામના મુકેશભાઇ બાબુભાઇ કોળી નાઓએ ચોરી કરેલ હઘવાની મળેલી બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફથી ટીમ બનાવી તાત્કાલીક બાતમીવાળી જગ્યાએ તપાસમાં જવા ટીમ રવાના કરતા ઇસમ મુકેશભાઇ બાબુભાઇ પરમાર ઉ.વ.૩૦, રહે. ગામ હરીપરપાળ, તા.લોધીકા, જી.રાજકોટ વાળાને પકડી પાડી સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતો હોય જેથી ઇસમે ચોરી કરેલ ટ્રોલી રજી.નં. GJ-03-1-6635 કિં રૂ. કિ.રૂ.30,000/- તથા ટ્રોલી લઇ જવામાં ઉપયોગમાં લીધેલ લાલ કલરનું મહિન્દ્રા કંપનીનુ ટ્રેક્ટર રજી.નં. GJ-10-K-2611 કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કિં રૂ. 3, 30,000/-નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબની અનડીટેકટ ગુન્હો શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર