મોરબીના બહાદુર ગઢ ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી
મોરબી: મોરબી તાલુકાના બહાદુર ગઢ ગામના પાટીયા પાસે એ.જી.એલ બાથવેર કારખાનાના નવા બનતા સેડમા સેન્ટીંગના લાકડા સાથે ચુંદડી વિટાળી ગળોફાસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અજયભાઇ ગલાભાઇ નાયક ઉ.વ.૩૦ રહે. હાલ બહાદુર ગઢ ગામના પાટીયા પાસે એ.જી.એલ. બાથવેર કારખાનામા તા.જી. મોરબી મુળ રહે. ફુલપરા ડુંગરીયા તા.દેવગઢ બારીયા જી.દાહોદ વાળાને ત્રણ વર્ષ અગાઉ પોતાના બાજુના ગામની છોકરીને ભગાડી લઇ ગયેલ હોય જે ત્રણ માસ અગાઉ જતી રહેલ હોય જેથી લાગી આવતા પોતાની જાતે બહાદુર ગઢ ગામના પાટીયા પાસે એ.જી.એલ. બાથવેર કારખાનાના નવા બનતા સેડમા સેન્ટીંગના લાકડા સાથે ચુંદડી વિટાળી ગળેફાસો ખાઇ અજયભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.