મોરબીના બેલા ગામે આવેલ માટીની કંપનીના ક્વાર્ટરમાં બીજા માળેથી પટકાતાં યુવકનુ મોત
મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ પર આવેલ સર્વોપરી માટીની કંપનીના ક્વાર્ટરમાં બીજા માળેથી નીચે પડી જતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મંગલસિંહ અમરતલાલ ભંડોર ઉ.વ.૧૮ રહે. ગામ અમજેરા તા.સરદારપુર જી.ધાર (એમ.પી.) વાળો ગઇ તા.૨૨/૦૧/૨૩ ના રોજ મોરબી ખોખરા હનુમાન રોડ સર્વોપરી માટીની કંપનીના ક્વાર્ટરમાં બીજા માળેથી નીચે પડી જતા ઇજા થતા પ્રથમ સારવાર મોરબી ખાનગી હોસ્પિટલમાં લઈ વધુ સારવાર માટે અમદાવાદ સિવલ હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમ્યાન તા.૨૩/૦૧/ ૨૦૨૩ ના રોજ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.