Thursday, July 17, 2025

મોરબીના બે ખેલાડી સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટની પ્રોબેબલ સ્કવોડમાં સિલેકશન પામ્યા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના વધુ બે ખેલાડીઓ અન્ડર ૨૫ સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટની પ્રોબેબલ સ્કવોડમાં સિલેક્ટ થયા છે જે નવીન અને મનન મેહતા અન્ડર ૨૫ સી.કે.નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમમાં પ્રોબેબલ સ્કવોડમાં ૧૫ ડીસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો ખાતે કેમ્પ ચાલુ થશે જેમાં બંને ખેલાડીઓ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે.

આ તકે મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ નિશાંત જાની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ખેલાડી જે નવીન અનોખો દેખાવ કરે છે જે બંને હાથે બોલિંગ કરે છે અને લેફટી હાથે બેટિંગ કરે છે જયારે મનન મેહતા જમણા હાથે ફાસ્ટ બોલિંગ કરે છે અને મોરબી જીલ્લા ક્રિકેટની અન્ડર ૨૫ અન સીનીયર ટીમનો કેપ્ટન પણ છે.

તેઓ છેલ્લા ૫ વર્ષથી નિશાંત જાની પાસે કોચિંગ કરે છે તેઓએ જણાવ્યું હતું કે એટલા વર્ષની મહેનત અને ઉચ્ચ ગુણવત્તાનું કોચિંગ લઈને તેમને આ પરિણામ પ્રાપ્ત કર્યું છે હજુ આગળ ઘણું રમવાનું છે અનેક સિધ્ધિઓ હાંસલ કરવાની બાકી છે જે સિદ્ધિ બદલ મોરબી જીલ્લા ક્રિકેટ એસોના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર