મોરબી: મોરબી – માળિયા હાઈવે પર ભરતનગર ગામ નજીક અન્નપૂર્ણા હોટલ સામે રોડ ઉપર વેગેનઆર કારે બાઇકને હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ભોગ બનનારે આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ યમુનાનગર -૨ કુળદેવી પાન સામે રહેતા જીગ્નેશભાઈ રોહિતભાઈ ચાવડા (ઉ.વ.૩૪) એ આરોપી વેગનઆર કાર રજીસ્ટર નંબર- GJ-11- BH-5091 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯-૧૨-૨૦૨૨ ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યાના અરસામાં આરોપી વેગનઆર મોટરકાર નંબર GJ-11-BH-5091 વાહન ચાલકે પોતાના હવાલા વાળૂ વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી ચલાવી ફરિયાદી તેમજ તેના ભત્રીજા રાહુલભાઈ પ્રભાતભાઈ ચાવડા ઉ.વ.૨૭ વાળા તેમનું હોન્ડા સાઈન મોટરસાયકલ નંબર GJ-03-HD-9564 વાળું રોડના સાઈડ પર ચલાવી જતા હતા ત્યારે ઉપરોક્ત સમયે અને જગ્યાએ ફરીયાદીનાં મોટરસાયકલને હડફેટે લઇ પછાડી દેતા ફરીયાદીના ભત્રીજા રાહુલભાઈને માથામાં ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. તેમજ ફરિયાદીને બંને પગમાં ,કમરમાં છાતીના ભાગે ગંભીર ફેકચર જેવી ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જીગ્નેશભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC કલમ- ૨૭૯ ,૩૩૭, ૩૩૮,૩૦૪(અ) તથા MV ACT કલમ-૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...